
ત્રિવેણી સંગમ જાણીતો શબ્દ છે પરંતુ ચતુષ્કોણીય સંગમ એ લેખકની આગવી ઓળખ ધરાવતો શબ્દ છે. શિક્ષણ, ચિત્રકલા, તસવીરકલા અને સાહિત્યના ચતુષ્કોણના એકપણ ખૂણામાં બંધાયા વિના , છતાં આ ચતુષ્કોણની મર્યાદામાં રહીને જીવનની સર્જનાત્મક આનંદ માણતા હેમંત પંડયાનો જન્મ અમદાવાદ જિલ્લાના, સીટી તાલુકાના નિકોલ ગામમાં ૧૬ મે, ૧૯૬૪ના રોજ થયો હતો. પોતાને આજીવન વિદ્યાર્થી માનતા હેમંત પંડ્યા એમ.એ., એમ.એડ., પીએચ.ડી., એ.ટી.ડીં., રાષ્ટ્રભાષાના રત્ન, આ.ટી.આઈ. (પેન્ટર ટ્રેડ) ,જીઆઈ.ડી.ડબલ્યુ. (પેઈન્ટીંગ ટ્રેડ) વગેરે ડીગ્રીઓ મેળવી છે. ૧૯૮૫થી શિક્ષણ, ચિત્રકલા, તસવીરકલા જેવા ક્ષેત્રે કાર્યરત રહી હાલમાં પોતાના વતન નિકોલ ખાતેની શૈ. સંસ્થા રામેશ્વર શિક્ષણ સંકુલ (ગુજ. માધ્યમ) અને ગેલેક્ષી ગ્લોબલ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ના પ્રિન્સિપાલ / ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ આચાર્ય તરીકેપુરસ્કૃત સન્માનિત થયા છે. ફોટોગ્રાફીમાં રાજયકક્ષાએ રાષ્ટ્રીયકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ્ઝ, પ્રમાણપત્રો મળ્યા છે.