ત્રિવેણી સંગમ જાણીતો શબ્દ છે પરંતુ ચતુષ્કોણીય સંગમ એ લેખકની આગવી ઓળખ ધરાવતો શબ્દ છે. શિક્ષણ, ચિત્રકલા, તસવીરકલા અને સાહિત્યના ચતુષ્કોણના એકપણ ખૂણામાં બંધાયા વિના , છતાં આ ચતુષ્કોણની મર્યાદામાં રહીને જીવનની સર્જનાત્મક આનંદ માણતા હેમંત પંડયાનો જન્મ અમદાવાદ જિલ્લાના, સીટી તાલુકાના નિકોલ ગામમાં ૧૬ મે, ૧૯૬૪ના રોજ થયો હતો. પોતાને આજીવન વિદ્યાર્થી માનતા હેમંત પંડયાએ એમ.એ., એમ.એડ., પીએચ.ડી., એ.ટી.ડીં., રાષ્ટ્રભાષાના રત્ન, આ.ટી.આઈ. (પેઇન્ટર ટ્રેડ) . જી.આઈ.ડી.ડબલ્યુ. (પેઈન્ટીંગ ટ્રેડ) વગેરે ડીગ્રીઓ મેળવી છે. ૧૯૮૫થી શિક્ષણ, ચિત્રકલા, તસવીરકલા જેવા ક્ષેત્રે કાર્યરત રહી હાલમાં પોતાના વતન નિકોલ ખાતેની શૈ. સંસ્થા રામેશ્વર શિક્ષણ સંકુલ (ગુજ. માધ્યમ) અને ગેલેક્ષી ગ્લોબલ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ના પ્રિન્સિપાલ / ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ આચાર્ય તરીકે પુરસ્કૃત સન્માનિત થયા છે. ફોટોગ્રાફીમાં રાજયકક્ષાએ રાષ્ટ્રીયકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ્ઝ, પ્રમાણપત્રો મળ્યા છે. દિલ્હી પ્રેસના એલાઈવ મેગેઝિનની ફોટો સ્પર્ધામાં ૬૦ જેટલા ઈનામો મેળવનાર એકમાત્ર ગુજરાતી તસવીરકાર છે. દિલ્હી સ્થિત એન.જી.ઓ. અવંત્તિકા દ્વારા ૧૦ વખત એવોર્ડ / સન્માન પ્રાપ્ત કરનાર એકમાત્ર ગુજરાતી પ્રિન્સિપાલ છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી કલાસ્પર્ધાઓમાં ગોલ્ડ, સીંલ્વર, બોન્ઝ મેડલ સહિત પુરસ્કારો, પ્રમાણપત્રો મળ્યા છે. સમાચાર પત્રો – સામયિકોમાં વિવિધ વિષય આધારિત લેખો – તસવીરો પ્રકાશિત થવા ઉપરાંત સાત પુસ્તિકાઓ પ્રકાશિત થઈ છે. (૧) મુકામ પોસ્ટ નિકોલ ગામ ( ર) દશાવતાર (૩) દિવ્યશક્તિ (૪) દિવ્ય રસ માંધુર્ય (પ) કોસ્મિક શો ગોઝ ઓન (૬) પથ ફાઈન્ડર – માંર્ગ દશિંકા અને (૭) હુ એમ આઈ? તેમાં પત્ની (છાયા પંડ્યા) શિક્ષિકા તરીકે કાર્યરત છે, પુત્રી (ચિ. કિંજલ) તથા બે પુત્રો (ચિ. પાર્થ અને ચિ. દક્ષ) છે. પુત્રી કિંજલનાં લગ્ન થઈ તેમના સુખી દાંપત્ય જીવનમાં એક તે પોતાના ઘરે સુખી છે.